પોરબંદરના મદદનીશ પર્યાવરણ ઈજનેરને મોરબીમાં મુકાયા મોરબી : મોરબીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં ફરજ બજાવતા પાંચ વર્ગ 2ના અધિકારીઓની બદલીમાં ઓર્ડર નીકળ્યા છે. સામે એક પોરબંદરના અધિકારીને મોરબીમાં મુકવામાં આવ્યા છે. મોરબીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ કચેરીમાં વૈજ્ઞાનિક અધિકારી વર્ગ 2 તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ પરમારની કચ્છ પશ્ચિમમાં તથા ગોવિંદભાઇ પ્રજાપતિની ગાંધીનગર વડી કચેરી ખાતે બદલી થઈ છે. જ્યારે મોરબીમાં નાયબ પર્યાવરણ ઈજનેર વર્ગ- 2 તરીકે ફરજ બજાવતા કિરણ ક્રિષ્ના પુજારીની વડી કચેરી તથા ઇન્દ્રવદનભાઈ પટેલની વાપી ખાતે બદલી થઈ છે. આ સાથે મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ 2 મહેન્દ્રકુમાર ખીમસૂરિયાની ભરૂચ બદલી થઈ છે. જ્યારે પોરબંદરમાં મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ 2 તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર રાઠોડને મોરબીમાં મુકવામાં આવ્યા છે.