આરએફએમસીની તપાસણી બાદ અચાનક બદલી હુકમો થતા ચર્ચા જાગીમોરબી : મોરબી જિલ્લા કલેકટર કચેરી સહીત તમામ મામલતદાર કચેરીઓમાં દામ વગર કામ ન થતા હોવાના આરોપ વચ્ચે મંગળવારે ગાંધીનગરથી આરએફએમસી એટલે કે રેવન્યુ ફાઇલિંગ મેન્જમેન્ટ સિસ્ટમની તપાસ આવતા જ અચાનક જ મોરબી જિલ્લા કલેકટર દ્વારા વર્ષોથી એક જ સ્થાને ફરજ બજાવી રહેલા પાંચ નાયબ મામલતદારોની બદલી કરવા આદેશ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા મહેસુલી તંત્ર સામે આક્ષેપો થયા બાદ મંગળવારે મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ગાંધીનગરથી આરએફએમસી એટલે કે રેવન્યુ ફાઇલિંગ મેન્જમેન્ટ સિસ્ટમની તપાસ આવતા જ ગઈકાલે મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરી દ્વારા પાંચ નાયબ મામલતદારોની બદલી કરવા હુકમ કરવામાં આવ્યો છે, જેમાં મોરબી પ્રાંત કચેરીના શિરસ્તેદાર પી.આર.ગંભીરની માળીયા મિયાણા, માળીયા મિયાણા સર્કલ બી.એમ.સોલંકીની પ્રાંત મોરબી ખાતે, કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નિખિલ જોશીની ટંકારા ખાતે, મોરબી શહેર મામલતદાર કચેરીના એ.એમ.પાવરાની કલેકટર કચેરી ખાતે તેમજ ટંકારાના જે.સી.પટેલની મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે બદલી કરવામાં આવી છે.