મોરબી : છેલ્લા ૮ દિવસથી ચાલી રહેલી રાષ્ટ્રવ્યાપી ટ્રક હડતાલમાં આજે ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સરકાર વચ્ચે મંત્રણામાં ટ્રાન્સપોર્ટરોની મોટાભાગની માંગણી સ્વીકારી લેવામાં આવતા ટ્રક ટ્રાન્સપોર્ટ હળતાલનો અંત આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને ટ્રાન્સપોર્ટર એસોસિએશના અગ્રણીઓ વચ્ચે સફળ મંત્રણા થયા બાદ ટ્રાન્સપોટ્ર એશોશીએશનની લગભગ માંગણીઓ કેન્દ્ર સરકારે સ્વીકારી લેતા હડતાલનો અંત આવ્યો છે. મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે દિલ્હી ખાતે યોજાયેલ મિટિંગમાં ટ્રાન્સપોર્ટરોની માંગણીઓ સ્વીકારવામાં આવતા હડતાલનો સુખદ અંત આવ્યો છે. એ જ રીતે ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી હસુભાઈ ભગદેવે સતાવાર રીતે હડતાલ સમાપ્ત થઈ હોવાની જાહેરાત કરતા વ્યાપાર ઉદ્યોગમાં રાહત ફેલાઈ છે.