મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં પોલીસે રેડ પાડી જુગાર રમી રહેલા ૬ શખ્સોને ૧૦૪૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જાણવા મળ્યા મુજબ મોરબી બી ડીવીઝન પોલીસે ગઈકાલે ત્રાજપર ખારી વિસ્તારમાં મહાકાળી માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા રમેશભાઈ બાબુભાઈ સતોલા, દિલીપભાઈ સુરસંગભાઈ મકવાણા, ખોડાભાઈ ખેંગારભાઈ ચાવડા, પ્રવીણભાઈ દેવકરણ બારૈયા, કાનજીભાઈ બાબુભાઈ મગવાણીયા, મુકેશભાઈ નટુભાઈ વરાણીયા સહિતના લોકો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ. ૧૦૪૦૦ સાથે ઝડપી લીધા હતા. જુગાર દરોડા મામલે મોરબી બી ડીવીઝન પોલીસે છ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.