ત્રાજપર અને રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણી : 11 વાગ્યા સુધીમાં 25 ટકા જેટલું મતદાન પોલીસ, એસઆરપી, હોમગાર્ડની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ, ત્રાજપર બેઠકમાં સવારે 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન અને હળવદની રણછોડ ગઢ બેઠક ઉપર 31 ટકા મતદાન મોરબી : મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર- 2 બેઠક અને હળવદ રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણી માટે આજે રવિવારે સવારથી મતદાન શરૂ થયું છે અને પોલીસ, એસઆરપી, હોમગાર્ડની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. મતદારો પણ ધીરેધીરે મતદાન કરવા બુથ ઉપર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર- 2 સીટના સદસ્ય નાથાભાઈ ડાભીનું અગાઉ અવસાન થતાં આ ખાલી પડેલી બેઠકની તેમજ હળવદ તાલુકા પંચાયતની ખાલી પડેલી રણછોડગઢ બેઠકની આજે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે 3 રવિવાર સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તમામ મતદાન બુથ પર પોલીસ, એસઆરપી, હોમગાર્ડની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને ચૂંટણી સ્ટાફ દ્વારા સવારથી એકંદરે શાંતિપૂર્વક માહોલમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને મતદારો પણ ધીરેધીરે મતદાન કરવા બુથ ઉપર પહોંચી રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે. આજે સવારે 11 વાગ્યા સુધીમાં ત્રાજપર બેઠક ઉપર 24.68 ટકા મતદાન થયું છે. તેમજ હળવદની રણછોડ ગઢ બેઠક ઉપર સવારે 11 વાગ્યા સુધીમાં 31 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળે છે.