મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ શાળાઓમાં આજે ફાયર પ્રિવેન્શન અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પીએમ શ્રી તાલુકા શાળા નં. 2 અને લખધીરવાસ (દે) પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આ પ્રકારની તાલીમ આપવામાં આવી. તેનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી શાળાઓમાં તેઓને ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા, કોઈપણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના ટાળવા, જાન-હાનિ કે મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય તે રહેલો છે. આવી કોઈ દુર્ઘટનાના સમયે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-02822-230050 અથવા 101 પર સંપર્ક સાધી શકાશે.