દેશની પ્રથમ ડિજિટલ જનગણના અંતર્ગત મોરબી જિલ્લામાં ગણતરીદારોને તાલીમ અપાઈ: 1 જૂનથી કામગીરીનો પ્રારંભ થશેમોરબી: ગુજરાત સહિત મોરબી જિલ્લામાં આગામી 1 જૂનથી ઘરયાદી અને કુટુંબયાદી તૈયાર કરવા માટે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ખાતે ગણતરીદારો માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા મામલતદાર અને ચાર્જ અધિકારી સી.આર.નિમાવત, નાયબ મામલતદાર સાગરભાઈ ત્રાંબડીયા, વસ્તી ગણતરી નોડલ અંશભાઈ તેમજ હાર્દિકભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ હાલમાં ગણતરીદારોને સઘન તાલીમ આપવામાં આવી રહી છે.ભારતમાં જનગણનાની શરૂઆત ઈ.સ. 1872 થી કરવામાં આવી હતી, જે બાદ દેશની આ 16 મી જનગણના અને સ્વતંત્રતા પછીની 8 મી જનગણના છે. ભારતીય જનગણનાનો આ ઇતિહાસ 150 વર્ષ જૂનો છે. વસ્તી ગણતરી દ્વારા લોકોના આવાસની સુવિધાઓ, સંપત્તિ, વસ્તી વિષયક વિગતો, ધર્મ, જાતિ (SC) અને અનુસૂચિત જાતિ (ST), ભાષા, સાક્ષરતા, આર્થિક પ્રવૃત્તિ, સ્થળાંતર અને પ્રજજન્નતા જેવા વિવિધ પરિમાણોનો ડેટા એકત્ર કરાશે, જે રાષ્ટ્રના આયોજન અને વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.પ્રથમ વખત સ્માર્ટફોન અને એપ્લિકેશનથી ડેટા લેવાશેઆ જનગણના અનોખી અને નોંધપાત્ર છે, કારણ કે ભારતમાં પ્રથમ વખત વસ્તીગણતરીનો ડેટા ડિજિટલ સાધનો અને માધ્યમો દ્વારા એકત્ર કરવામાં આવશે. ગણતરીદારો પોતાના સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નિર્ધારિત મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કુટુંબોની માહિતી એકત્ર કરશે.નાગરિકો પોતે પણ ઓનલાઈન માહિતી ભરી શકશેઆ ઉપરાંત, કુટુંબો નિર્ધારિત વેબ પોર્ટલ https://se.census.gov.in મારફતે સ્વ-ગણતરી (Self-Enumeration) કરીને પોતાના પરિવારની માહિતી જાતે ભરી શકશે. એકવાર કુટુંબ સફળતાપૂર્વક માહિતી સબમીટ કરશે, એટલે એક વિશિષ્ટ સ્વ-ગણતરી આઈ.ડી. (SE ID) જનરેટ થશે. આ આઈ.ડી. એસ.એમ.એસ. અને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવશે. જ્યારે ગણતરીદાર કુટુંબની મુલાકાતે આવે ત્યારે આ આઈ.ડી. આપવાનું રહેશે, જેના આધારે ગણતરીદાર વિગતોની ચકાસણી કરશે.બે તબક્કામાં ચાલશે વસ્તીગણતરીની પ્રક્રિયામોરબી જિલ્લામાં ભારતની જનગણના-2027 માટેની પ્રથમ બેચની તાલીમ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ખાતે કાર્યરત છે. તાલીમ મેળવ્યા બાદ ગણતરીદારો 1 જૂનથી 3 જૂન સુધી પોતાને ફાળવેલ બ્લોકમાં ફરીને દરેક મકાન અને વસ્તી ગણતરી ઘરને નંબર આપશે અને બ્લોકનો નકશો તૈયાર કરશે. ત્યારબાદ 30 જૂન સુધી ઘરે-ઘરે ફરીને પ્રથમ તબક્કામાં કુટુંબ અને રહેઠાણની વિગતો માટેના 34 પ્રશ્નોની માહિતી એકત્ર કરશે. જ્યારે ફેબ્રુઆરી-2027 માં બીજા તબક્કામાં દરેક વ્યક્તિની વ્યક્તિગત માહિતી એકત્ર કરવામાં આવશે.આ સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે થાય તે માટે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા, શ્રેષ્ઠ શિક્ષક વિજયભાઈ દલસાણીયા, શિક્ષક અને લેખક સંજયભાઈ બાપોદરિયા તેમજ સંદીપભાઈ આદ્રોજા વગેરે ફિલ્ડ ટ્રેનર્સ દ્વારા ગણતરીદારોને વિશેષ આયોજન અને સુંદર વ્યવસ્થાપન સાથે તાલીમ આપવામાં આવી રહી છે.#MorbiUpdate #MorbiNews #Census2027 #DigitalCensus #MorbiEducation #GujaratGovernment