મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં વર્તમાન રાજકીય પરીસ્થિતિ અને પડકારના સંદર્ભમાં તેમજ આવનાર વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારી અને સંગઠનને મજબૂત બનવા માટે મોરબી જિલ્લા કોગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જે. પટેલના અધ્યક્ષ સ્થાને તાલીમ શિબિરનું આયોજન કરેલ હતું. તેમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રામકૃષ્ણ ઓઝા તેમજ ધારાસભ્ય લલિતભાઈ કગથર, મોહમ્મદ જાવેદ પીરઝાદા અને લોકસભા પ્રભારી હીરાભાઈ જોટવા, મોરબી પ્રભારી અશોકભાઈ ડાંગર,દિનેશભાઈ પરમાર, જસવંતસિંહ ભટી અને તાલીમ ટ્રેનર વગરેએઉપસ્થિતિ રહી ચૂંટણીલક્ષી તાલીમ આપી અને સરકારની નિષ્ફળતા અને પ્રજાને પરેશાન કરતી મોઘવારી, બેકારી અને પ્રાથમિક સુવિધાથી વિમુખ પ્રજા બીજેપી શાસનથી પરેશાન છે ત્યારે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા અને લોકોને સાથે રાખી આંદોલન કરવા અને પ્રજાને પ્રાથમિક સુવિધા આપવા માટે તમામ પ્રયત્ન કરવા જણાવેલ. તાલીમ શિબિરમાં મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો, હોદેદારો હાજર રહી તાલીમ મેળવેલ, તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની યાદી જણાવે છે.