મોરબી : મોરબીમાંથી આવતીકાલે સવારે 8 કલાકે ઝારખંડની ટ્રેન ઉપડવાની છે. જેમાં 1200 શ્રમિકોને લઈ જવામાં આવનાર છે. આ ટ્રેન મંજુર થતા તંત્રવાહકો અને શ્રમિકોને હાશકારો થયો છે. મોરબી જિલ્લામાં વિશાળ સંખ્યામાં રહેલા શ્રમિકોને પોતાના વતન જવા દેવા તંત્ર દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી કમર કસવામાં આવી રહી છે. શ્રમિકોને ખાનગી બસો મારફતે રવાના કરવામાં આવી રહ્યા છે. પરંતુ શ્રમિકોની સંખ્યા ખૂબ વધુ હોવાથી ટ્રેનની આવશ્યકતા ઉભી થઇ છે. જેને ધ્યાને લઈને સરકાર દ્વારા મોરબી માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી છે. આ પ્રથમ ટ્રેન મોરબીથી ઝારખંડના શ્રમિકોને પોતાના વતન પહોંચાડશે. જે આવતીકાલે ગુરૂવારે સવારે 8 કલાકે ઉપડશે. આ ટ્રેનને લીલીઝંડી આપવા અધિકારીઓ પણ રેલવે સ્ટેશને ઉપસ્થિત રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.