રફાળેશ્વર સ્ટેશન પર ટ્રેન નંબર ૭૯૪૪૧ (વાંકાનેર-મોરબી ડેમુ) અને ટ્રેન નંબર ૭૯૪૪૨ (મોરબી-વાંકાનેર ડેમુ)થી પુનઃ શરૂ થશેરાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનના ત્રણ મહત્વના સ્ટેશનો પર ૫ ટ્રેનોના સ્ટોપેજ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્ટોપેજ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી અમલમાં આવશે, જેનાથી મુસાફરોની અવરજવર વધુ સરળ બનશે.ટ્રેન નંબર ૧૯૫૬૬ દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ભાટિયા સ્ટેશન પર સવારે ૧૦:૪૫ વાગ્યે પહોંચશે અને ૧૦:૪૭ વાગ્યે ઉપડશે. આ સ્ટોપેજ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫થી લાગુ થશે. ટ્રેન નંબર ૭૯૪૪૧ (વાંકાનેર-મોરબી ડેમુ) રફાળેશ્વર સ્ટેશન પર સવારે ૦૭:૨૨ વાગ્યે પહોંચશે અને ૦૭:૨૩ વાગ્યે ઉપડશે. તેમજ ટ્રેન નંબર ૭૯૪૪૨ (મોરબી-વાંકાનેર ડેમુ) રફાળેશ્વર સ્ટેશન પર સવારે ૦૮:૦૬ વાગ્યે પહોંચશે અને ૦૮:૦૭ વાગ્યે ઉપડશે. આ બંને સ્ટોપેજ પણ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫થી શરૂ થશે. ટ્રેન નંબર ૧૯૨૦૯ (ભાવનગર-ઓખા એક્સપ્રેસ) ઓખામઢી સ્ટેશન પર ૯ સપ્ટેમ્બર, ૨૦૨૫થી સવારે ૦૮:૨૯ વાગ્યે પહોંચશે અને ૦૮:૩૦ વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર ૧૯૨૧૦ (ઓખા-ભાવનગર એક્સપ્રેસ) ઓખામઢી સ્ટેશન પર ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫થી સાંજે ૧૬:૧૩ વાગ્યે પહોંચશે અને ૧૬:૧૪ વાગ્યે ઉપડશે.આ સ્ટોપેજ પુનઃ શરૂ થવાથી આ વિસ્તારોના રહેવાસીઓને રેલવે સેવાઓનો લાભ ફરીથી મળશે. મુસાફરોને વધુ વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા યાદીમાં જણાવાયુ છે.