રાજકોટ : મુંબઈ ડિવિઝનમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.રદ કરવામાં આવેલી ટ્રેનો1) 07.07.2026 ના રોજ પોરબંદરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19016 પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ રહેશે.2) 07.07.2026 ના રોજ ઓખાથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19252 ઓખા – વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.3) 08.07.2026 ના રોજ વેરાવળથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19251 વેરાવળ – ઓખા એક્સપ્રેસ રદ રહેશે.4) 09.07.2026 ના રોજ ઓખાથી ઊપડનારી ટ્રેન સંખ્યા 22946 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રદ રહેશે.5) 07.07.2026 ના રોજ જામનગરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 22924 જામનગર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ રદ રહેશે.આંશિક રીતે રદ કરવામાં આવેલી ટ્રેનો1) 07.07.2026 ના રોજ વેરાવળથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19218 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, જેને અગાઉ સંપૂર્ણપણે રદ જાહેર કરવામાં આવી હતી, તે હવે સંપૂર્ણપણે રદ રહેશે નહીં. આ ટ્રેન તારીખ 07.07.2026 ના રોજ અમદાવાદ જંક્શનથી મુંબઈ સેન્ટ્રલ સુધી શોર્ટ ઓરિજિનેટ થઈને દોડશે. આમ, આ ટ્રેન વેરાવળ – અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.નોંધનીય છે કે મુંબઈ ડિવિઝનમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે રેક (ટ્રેનના ડબ્બા) ઉપલબ્ધ ન હોવાને લીધે ઉપરોક્ત ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રાનું આયોજન કરે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.#train #schedule #cancel #rajkot #morbi #morbiupdate