મોરબી : માળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કંડલા-મોરબી નેશનલ હાઈવે પર હરીપર ગામના પાટીયા પહેલા હીરવા કોર્પોરેશન નામના મીઠાના કારખાના સામે ગઈકાલે તા.17ના રોજ વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ડ્રાઇવરનું મોત નીપજ્યું છે.વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં એક ટ્રક ટ્રેઈલર (રજી નં- GJ-12AY-4494) ના ચાલક શીવાજી ધોડીરામ માનેનું વાહન આગળ જતા અન્ય ટ્રક ટ્રેઈલર (નંબર GJ-12 BZ-6987) ના પાછળના ભાગે ધડાકાભેર અથડાયુ હતું.આ અકસ્માતમાં પાછળથી ટક્કર મારનાર ટ્રેઈલરના ચાલક શીવાજી ધોડીરામ માને (ઉ.વ. ૪૮, રહે. કોહીનુર હોટલ પાસે, રાજુલા, જિ. અમરેલી) ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ઉત્તર પ્રદેશના મૈનપુરીના મૂળ વતની અને હાલ ગાંધીધામ ખાતે રહેતા ફરિયાદી ડ્રાઈવર જગવીરસિંગ બીરબહાદુર બઘેલ (ઉ.વ. ૫૭) દ્વારા માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. માળીયા પોલીસ મથકના એ.એસ.આઇ આઈ.ટી.જામ દ્વારા ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૦૬(૧) તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭.૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #Maliya #Accident #KandlaHighway #RoadSafety #GujaratNews