મોરબી : મોરબીમાં ત્રાજપર ચાર રસ્તા નજીક કુબેર સિનેમા પહેલા કેનેરા બેન્ક સામે અત્યારે રાત્રીના સમયે એક ટ્રેલર પલ્ટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ડીવાડરની રેલિંગ પણ તૂટી હોવાનું જાણવા મળ્યું છે. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ નથી.