ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેન વડે ટ્રેઇલરને ખસેડયુંમોરબી : મોરબી - માળીયા નેશનલ હાઇવે પર ભારતનગર નજીક હાઇવે પર ટ્રેઇલરને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેન વડે ટ્રેઇલરને ખસેડી રસ્તો ક્લિયર કરાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.હાઇવે નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગ દરમિયાન માળિયા પો.સ્ટે.ની હદના ભારતનગર બસ સ્ટેશન સામે થયેલ અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર માટે 108 દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે મોકલેલ બાદ બંધ પડેલ ટ્રેલરને નેશનલ હાઈવે ટીમ, માળિયા પો.સ્ટે. ની ટીમ થી સંકલન કરી ક્રેન દ્વારા સાઈડમાં કરાવેલ છે જેથી બીજા અકસ્માતના બનાવ બનતા અટકી શકે. આ કામગીરીમાં ટ્રાફિક પીએસઆઈ ડી.બી.ઠકકર, ડ્રાઇવર યોગીભાઈ, માળીયા પોલીસ સ્ટાફ તથા નેશનલ હાઈવેની ટીમ રોકાયેલ હતી.