માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના હરીપર ગામ નજીક ટ્રેઈલરચાલકે ટ્રક વીજપોલ સાથે અથડાવી વીજપોલ તોડી નાખ્યો છે. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ગત તા. 25 નવેમ્બરના રોજ ટ્રેઇલર નં. GJ-12–AW-067 ના ચાલકે માળીયા-કચ્છ નેશનલ હાઇવે પર હરીપર ગોળાઇથી 2 કી.મી. તરફ આગળ જતા રોડ પર પોતાનો ટ્રક પુરઝડ્પે અને બેફિકરાઇથી ચલાવી ડિવાઇડર પર ઉભેલ પી.જી.વી.સી.એલ. કંપનીના 11 કેવીના વીજપોલ સાથે ભટકાડી વીજપોલ તોડી નાખ્યો હતો. કંપનીને રૂ. 37,780 નુકશાન કરેલ છે. હાલમાં પોલીસે ટ્રેઈલરચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.