મોરબીના લક્ષ્મીનગર ગામની સિમમા આવેલ બ્રીજ પાસે બનેલી ઘટના મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામની સિમમા આવેલ બ્રીજ પાસે પંચરની દુકાનમા કંપ્રેશર ફાટતા દુકાનદારનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી લક્ષ્મીનગર ગામની સિમમા આવેલ બ્રીજ પાસે બજરંગ પાર્કિંગમા પંચરની દુકાનમા મહમદ અફઝલ મહમદ રજાક મન્સુરી (ઉવ.૨૨ ધંધો- મજુરી રહે.લક્ષ્મીનગર બાયપાસ બ્રીજ પાસે બજરંગ પાર્કિંગમાં પંચરની દુકાનમા) વાળા ગઈકાલે કામ કરી રહ્યા હતા. ત્યારે પંચરની દુકાનમા કોઇ પણ કારણોસર કંપ્રેશર ફાટતા તેમને ડાબા પગમા ગંભીર ઇજા થતા કપાઈ જતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમીક સારવાર લઈ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતા જ્યા રાજકોટ સરકારી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી પંચરની દુકાનમા કંપ્રેશર ફાટવાની ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.