મોરબી : મોરબીના અમરેલી ગામે પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માસુમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના અમરેલી ગામેં આવેલ વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારનો દોઢ વર્ષનો માસુમ પુત્ર નિતીન રાકેશભાઇ ભુરીયા અમરેલી ગામે આવેલ વાડી વિસ્તારમાં પાણીની ટાંકીમાં ડુબી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની શ્રમજીવી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.