હળવદ તાલુકાના ધનાળા ગામના રબારી પરિવારને નડ્યો અકસ્માત : બે ઈજાગ્રસ્ત હળવદ : આજે બપોરના સમયે હળવદ તાલુકાના ધરાળા ગામે રહેતો રબારી પરિવાર ઝીંઝુવાડા નજીક આવેલ વેરાઈ માતાજીના દર્શને કાર લઈ જઈ રહ્યા હતા ત્યારે રણમાં કાર પલટી મારી જતા એક ત્રણ વર્ષની માસુમ બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે બે ને સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ધનાળા ગામે રહેતા બળદેવભાઈ રબારી આજે પરિવારજનો સાથે તેઓની વેન્યુ કાર લઇ ઝિંઝુવાડા નજીક આવેલ વેરાઈ માતાજીના દર્શને જઈ રહ્યા હતા ત્યારે રણમાં કાર પલટી મારી જતા પિયુબેન બળદેવભાઈ રબારી ઉંમર વર્ષ ત્રણનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે મોતીભાઈ વિભાભાઈ અને ધ્રુવી બેન બળદેવભાઈ ને સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.