વાંકાનેર : વાંકાનેરના ખીજડિયારાજ ગામે વોકળામાં ડૂબી જવાથી બાળકનું કરૂણ મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના ખીજડિયારાજ ગામે આવેલ સીમમાં વાડીમાં રહીને ખેતમજૂરી કરતા કરણભાઈ માળીનો છ વર્ષનો પુત્ર શિવજી પાણી ભરેલા વોકળામાં અચાનક ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. બાદમાં હતભાગી બાળકના મૃતદેહને વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate