ટંકારા : ટંકારા તાલુકાના વીરપર ગામે રમતી વખતે ટ્રેક્ટરમાંથી નીચે પડી જતા 1 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા તાલુકાના વીરપર ગામે રમતા-રમતા ટ્રેક્ટરમાંથી પડી જવાથી 13 મહિનાની લક્ષ્મીબેન સાલમાભાઈ ગણાવાનું મૃત્યુ નીપજ્યું છે. હાલમાં પોલીસ દ્વારા આ બનાવ અંગે તપાસ કરવામાં આવી રહી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate