મૃતદેહો શોધવા તરવૈયાની મદદ લેવી પડી, ચાર કલાકની જહેમત બાદ બાળકોના મૃતદેહો હાથ લાગ્યામોરબી અપડેટ : ટંકારા-પડધરી વચ્ચે આવેલ ઉકરડા ગામ નજીક નદીમાં નહાવા પડેલા 4 બાળકો ડૂબી જતાં કરૂણ મોત નિપજ્યાં હતાં. બનાવની જાણ થતાં જ તંત્ર દોડી ગયું હતું અને ડૂબી ગયેલા બાળકોને શોધવા માટે તરવૈયાની મદદ લેવી પડી હતી.પ્રાપ્ત વિગત મુજબ, ત્રણ બાળકો નદીમાં નાહવા પડ્યા હતા અને તેઓ પાણીમાં ડૂબવા લાગતાં તેમને બચાવવા ચોથો બાળક પાણીમાં કૂદ્યો હતો, પરંતુ તેમાં પણ તેનો જીવ ગયો હતો. ઘટનાની જાણ થતાં પડધરી મામલતદાર કેતન સખિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભારે ગમગીન વાતાવરણ વચ્ચે ચાર કલાકની મહેનત બાદ ડૂબી ગયેલા બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેને પોસ્ટમોર્ટમ અર્થે પડધરી ખસેડવામાં આવી હતી.