ઘનશ્યામપુર ગામે નાસ્તો લેવા બસ નીચે ઉતર્યોને બસ ચાલકે બસ હંકારી મુક્તા કરુણાતીકા સર્જાઈ : નવનિર્માણ વિદ્યાલયમાં પાંચમા ધોરણમા અભ્યાસ કરતા વિદ્યાર્થીનો શાળાની બસે જ લીધો ભોગ હળવદ : હળવદના ઢવાણા ગામના વિદ્યાર્થી ઉપર સ્કુલ બસનુ ટાયર ફરી વળતા કરૂણ મોત નીપજ્યું હતું.ઘનશ્યામપુર ગામે નાસ્તો લેવા માટે હતભાગી વિધાર્થી બસ નીચે ઉતર્યોને બસ ચાલકે બસ હંકારી મુકતા આ કરુણતિ સર્જાઈ હતી નવનિર્માણ વિદ્યાલયમાં પાંચમા ધોરણમા અભ્યાસ કરતા વિદ્યાર્થીનો શાળાની બસે જ ભોગ લેતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ કરુણ ઘટનાની.પ્રાપ્ત થતી વિગતો મુજબ હળવદના ઢવાણા ગામ રહેતો જયપાલ ભરતભાઇ કોળી નામનો હતભાગી બાળક હળવદમા આવેલ નવનિર્માણ વિદ્યાલયમાં પાંચમા ધોરણમા અભ્યાસ કરતો હતો દરમિયાન કાલે સાજે આ હતભાગી બાળક અન્ય બાળકો સાથે નવનિર્માણ વિદ્યાલયની બસમાં બેસીને સ્કૂલે થી ઘરે જતો હતો.ત્યારે સાજના છ વાગ્યાની આસપાસ સ્કૂલ બસ ઘનશ્યામપુર ગામ પાસે ઉભી રહેતા જયપાલ નાસ્તો.લેવા માટે બસમાંથી નીચે ઉતર્યો હતો અને નાસ્તો લઈને પરત બસમાં ચડવા જતા બસ ચાલકે બેદરકારી પૂર્વક સ્કૂલ બસને હંકારી મૂકી હતી.આથી બસમાં ચડવા જતા આ વિધાર્થી બસના ટાયરના જોટામાં આવી જતા બસ હેઠળ કચડાઈ જવાથી પ્રથમ સારવાર માટે હળવદ ખસેડવામાં આવ્યો હતો પરંતુ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવતા અધ વચ્ચે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ હતભાગી વિધાર્થી બે ભાઈઓમાં મોટો હતો. અને સ્કૂલ બસના ચાલકની ગંભીર બેદરકારીને કારણે તેનો ભોગ લેવાતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.આ બનાવ બાદ સ્કૂલના સંચાલકો માનવતા નેવે મૂકીને હતભાગીના પરિવારને સાંત્વના આપવા પણ ન ડોકાતા ભારે રોષ વ્યાપી ગયો હતો.આ ઘટનાથી નવનિર્માણ શાળાના સંચાલકો સામે પરીવારજનોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. હળવદના સ્કૂલ સંચાલકોને વિદ્યાર્થીઓની સુરક્ષાની નથી કાંઈ પડી..! આમ તો ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સ્કૂલો આવેલી છે પરંતુ મજૂરી કરીને પણ માતા પિતા પોતાના બાળકને અભ્યાસ અર્થે શહેરની પ્રાઈવેટ સ્કૂલો માં મોંઘીદાટ ફી ભરીને મોકલતા હોય છે પરંતુ શિક્ષણને વેપલો બનાવી દેનાર હળવદની મોટાભાગની સ્કૂલો વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ જરાપણ જાગૃત નથી.! ગઈકાલે જ વિદ્યા દર્શન સ્કૂલ બસ ચાલકે સાપકડા ગામે વિદ્યાર્થીને બસ અડફેટે લઈ લેતા પગના ભાગે ફેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે સાથે જ થોડા સમય પહેલા સદભાવના સ્કૂલ ના બસ ચાલકે અમરાપર પાસે વિદ્યાર્થીને પાછળના જોટામાં લઈ લીધો હતો પરંતુ સદનસીબે ગંભીર બનાવ બનતા અટકી ગયો હતો ત્યારે હાલતો શહેરમાં એક ચર્ચા ચાલી રહી છે કે જીલ્લા શિક્ષણ અધિકારી માત્ર પ્રાઇવેટ અને સરકારી સ્કૂલો પાસેથી ઉઘરાણુ કરવામાં વ્યસ્ત છે..?