હળવદ : હળવદ તાલુકામાં યમરાજે ડેરાતંબુ નાખ્યા હોય તેમ દીવાલ પડવાથી ત્રણ વ્યક્તિના અને ટ્રેકટર પલ્ટી જતા ત્રણ બે મહિલાના મૃત્યુની ઘટના બાદ ગઈકાલે દેવળીયા ગામની સીમમાં ખેતશ્રમિકના બે બાળકોનું વાડીમા આવેલ પાણીની કુંડીમાં ડૂબી જતા મૃત્યુ નિપજ્તા અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ પરમારની વાડીએ અશોકભાઇ સરદારભાઇ માવડા ઉ.3 અને ઋષિભાઇ સરદારભાઇ માવડા ઉ.5 નામના બાળકનું સાંજના સમયે પાણીની ટાંકીમા અકસ્માતે પડી ડુબી જતા મૃત્યુ નિપજ્યુ હતું. ઘટના અંગે હળવદ તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.