ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૫૭ બોટલ, રીક્ષા કબ્જે, દારૂની હેરાફેરીમાં બુટલેગરનું નામ ખુલ્યું મોરબી : મોરબી તાલુકા પોલીસે રિક્ષામાં મુસાફરને બદલે દારૂની હેરાફેરી કરતા રીક્ષા ચાલકને ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૫૭ તથા રીક્ષા સહિતના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. આ દારૂની હેરાફેરીમાં બુટલેગરનું નામ ખુલ્યું છે. મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબી તાલુકાના રવાપર નદી ગામની સીમ, માળીયા-મોરબી હાઇવેથી રવાપર નદી ગામ તરફ, કિયા સિરામીક પાસે રોડ ઉપર સી. એન.જી. રિક્ષા નં. GJ-36-U-8016 કિં.રૂ.૧,૦૦,૦૦૦ વાળીમાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કી ઓરીઝનલ ફોર સેલ ઇન ચંદીગઢ ઓનલી લખેલ કાચની કંપની શીલપેક ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૫૭ કિં.રૂ.૨૧,૩૭૫ મળી કૂલ રૂ.૧,૨૧,૩૭૫ નો મુદ્દામાલ લઈને નીકળેલો આરોપી જીવરાજભાઇ હિરાભાઇ જીંજવાડીયાને ઝડપી લીધો હતો. જ્યારે આ દારૂ વેચવા માટે આપનાર બુટલેગર ગોપાલભાઇ ગોરધનભાઇ કોળીનું નામ ખુલતા પોલીસે તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.