બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ શરૂ મોરબી : લજાઈ નજીક જજના ઘરને તસ્કરોએ નિશાન બનાવીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર તાપી જિલ્લાના વ્યારા ખાતેની કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવતા તૃપ્તિબેન ધીરજલાલ પડિયાના ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક મધુબન ગ્રીન સોસાયટી વિસ્તારમાં આવેલ મકાનને શુક્રવારે મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ શનિવારે સવારે સોસાયટીના મેનેજર સુંદરજીભાઈ હીરજી અઘેરા ઘર પાસેની નીકળ્યા હોય, ત્યારે તૃપ્તિબેનના ઘરના દરવાજો તૂટેલ જોવા મળ્યો હતો. જે બાદ તેમણે તૃપ્તિબેનને આ બાબતે જાણ કરતા તેમણે વિડીયો કોલ મદદથી ઘરમાં કોઈ ચીજ વસ્તુ ચોરી ન થઇ હોવાનું ક્ન્ફ્મ કર્યું હતું. બાદમાં તેમણે ટંકારા પોલીસ મથકમાં ચોરીના પ્રયાસ અંગે ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ આદરી છે.