સાવસર પ્લોટમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ મોરબી : મોરબીના સાવસર પ્લોટમાં આવેલ હાડકાની અને કાન, નાક ગળાની હોસ્પિટલમાં આજે વહેલી સવારે એક તસ્કર ઘુસ્યો હતો અને હોસ્પિટલનો મોબાઈલ તેમજ બ્લ્યુટૂથની ચોરી કરી નાસી ગયો હતો. જો કે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે મોરબીના સાવસર પ્લોટમાં આવેલી હાડકાની અને કાન, નાક ગળાની ડો.યોગેશ પેથાપરાની હોસ્પિટલમાં ચોર-ગઠિયો ઘુસ્યો હોવાનું ડો.પેથાપરાએ જણાવ્યું હતું તેમજ આ તસ્કર હોસ્પિટલના રિસેપશન કાઉન્ટર વાળા હોલમાંથી એક મોબાઈલ તેમજ બ્લ્યુટૂથની ચોરી કરી નાસી ગયો હતો. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હોવાનું બહાર આવ્યું છે.