મોરબી : મોરબીમાં આજે સાંજે શનાળા ચોકડી પાસે ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. જેમાં સાંજે 5:30 કલાકની સ્થિતિએ ભક્તિનગરથી લઈને વિરપર સુધી વાહનોની કતારો જામી હતી. આ ટ્રાફિકમાં હજારો વાહનો ફસાયા હતા. બીજી તરફ પોલીસે ત્યાં ટ્રાફિક ક્લિયર કરાવવા મથામણ શરૂ કરતાં હાલ ધીમે ધીમે ટ્રાફિક ક્લિયર થઈ રહ્યો છે. અંદાજે એકાદ કલાકમાં સ્થિતિ સામાન્ય થઈ જશે તેવું લાગી રહ્યું છે.