19 સપ્ટેમ્બર રાત્રે 10 વાગ્યાથી 20 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધી રેલવે ફાટક બંધ રહેશે: જામનગર તરફ જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાઈમોરબી અપડેટ : મોરબી-નવલખી રોડ પર પીપળીયા ખાતે આવેલ રેલવે લેવલ ક્રોસિંગ પર કામગીરી કરવાની હોવાથી વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝન, વેસ્ટર્ન રેલવે દ્વારા બરવાળા-ડહીંસરા સેક્શન અંતર્ગત પીપળીયા લેવલ ક્રોસિંગ નં. 64 ખાતે કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી તારીખ 19/09/2026 ની રાત્રે 10 કલાકથી તારીખ 20/09/2026 ની સવારે 6 કલાક સુધી ચાલશે. જેથી મુસાફરોની સલામતી અને સગવડતા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. એસ. ગઢવી દ્વારા જાહેરનામું બહાર પાડી સ્ટેટ હાઈવે નં. 24 (મોરબી-નવલખી રોડ) પર વાહનો માટે ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યા છે.વૈકલ્પિક ડાયવર્ઝન રૂટની વિગત • પીપળીયા ચાર રસ્તાથી જામનગર તરફ જતા વાહનવ્યવહાર માટે: પીપળીયા ચાર રસ્તાથી લુટાવદર, ખાખરાળા, મોરબી બાયપાસ ઓવર બ્રિજ, સનાળા, ટંકારા, લતીપર, ધ્રોલ થઈને જામનગર જઈ શકાશે. • જામનગરથી પીપળીયા ચાર રસ્તા તરફ જતા વાહનવ્યવહાર માટે: જામનગરથી ધ્રોલ, લતીપર, ટંકારા, સનાળા, મોરબી બાયપાસ ઓવર બ્રિજ, ખાખરાળા, લુટાવદર થઈને પીપળીયા ચાર રસ્તા આવી શકાશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર બનશે.#Morbi #MorbiUpdate #MorbiNews #TrafficUpdate #RailwayCrossing #DiversionRoute #Pipaliya #Jamnagar #MorbiPolice