ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ટ્રાફિક હળવો કરાવ્યોમોરબી : શનાળા નજીક આજે રોડ ઉપર એક ટ્રક અને ઇકો બંધ પડી જતા ટ્રાફિક સર્જાયો હતો. આ મામલે ટ્રાફિક પોલીસને જાણ થતાં તેઓએ ઘટના સ્થળે જઈ ટ્રાફિક હળવો કરાવ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા બંધ પડેલ ઇકોને ધક્કો મરાવી રોડની સાઈડમાં કરી દેવામાં આવી હતી. જેથી તે ટ્રાફિકને નડતરરૂપ ન થાય. બીજી તરફ ટ્રકની કમાન તૂટી જતા બંધ પડી ગયો હતો. જેના લીધે અડધો રોડ બંધ થઈ ગયો છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ મિકેનિકને બોલાવવામાં આવ્યો છે. એકાદ કલાકમાં રીપેરીંગ થઈ જશે તેવું જાણવા મળી રહ્યું છે.