અજાણ્યા વાહને બુલેટને ઠોકર મારતા પીએસઆઇ થયા ઇજાગ્રસ્ત મોરબી : મોરબી જીલ્લા ટ્રાફિક પીએસઆઈને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે છે જેમાં અજાણ્યા વાહનચાલકે પાછળથી પીએસઆઇના બુલેટને ઠોકર મારતા પીએસઆઇને ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી જીલ્લા ટ્રાફિક પીએસઆઈ પ્રદીપસિંહ વાઘેલા (ઉ.વ.૩૭) ગઈકાલે રાતે ૮ :૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી બુલેટ લઈને નીકળ્યા હોય દરમિયાન નટરાજ ફાટક પાસે પાછળથી અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા પીએસઆઈને ફેકચર જેવી ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બી ડીવીઝન પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news