મોરબી : મોરબી- માળિયા હાઇવે ઉપર રોંગ સાઈડમાં આવતા ભારે વાહનોને કારણે અકસ્માત તેમજ ટ્રાફિકજામના બનાવો બને છે. જેને ધ્યાને લઇ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ ગોઠવીને 8 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસની ટિમ દ્વારા ગત રાત્રીના મોરબી-માળિયા સુરજબારી હાઇવે ઉપર નાઈટ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું. જે દરમિયાન પવનચક્કીની પાંખ ભરેલા વાહન સહિત કુલ 8 ભારે વાહનો રોંગ સાઈડમાં આવતા હોય તેઓને 5-5 હજારનો દંડ મળી કુલ રૂ.40 હજારનો દંડ ફટકારવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ટ્રાફિક પીઆઇ એચ.વી.ઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.બી. ઠક્કર તેમજ હેડ કોન્સ્ટેબલ સાલેમામદભાઈ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી