ઢૂવા ઓવરબ્રિજથી વઘાસિયા ટોલ ટેક્સ વચ્ચે વાહનચાલકોને 3 કિમિ રોંગ સાઈડ ચાલવું પડતું હોવાથી અકસ્માત નિવારવા લેવાયો નિર્ણયમોરબી: મોરબી-વાંકાનેર બાઉન્ડ્રી હાઈવે વિસ્તારમાં ટ્રાફિક પોલીસના નાઈટ રાઉન્ડ દરમિયાન એક મોટી બેદરકારી સામે આવી હતી. વઘાસિયા ટોલ ટેક્સ દ્વારા ઢૂવા ઓવરબ્રિજથી વઘાસિયા ટોલ ટેક્સ વચ્ચે રાત્રિના સમયે રોડનું રિપેરિંગ કામ ચાલુ હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું.આ રોડ રિપેરિંગ કામના કારણે વાહનચાલકોને રાત્રિના અંધકારમાં ફરજિયાત 3 કિલોમીટર જેટલું અંતર રોંગ સાઈડમાં પસાર કરવું પડતું હતું. રાત્રિના સમયે હાઇવે પર રોંગ સાઈડ ડ્રાઈવિંગ ખૂબ જ જોખમી બની શકે છે અને તેનાથી ગમખ્વાર અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના હતી. કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં જ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસે તુરંત જ રોડના કોન્ટ્રાક્ટર તેમજ ટોલ પ્લાઝાના ઇન્ચાર્જ સાથે જરૂરી ટેલિફોનિક ચર્ચા કરી હતી. તેઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે રાત્રિના સમયે આ પ્રકારે વાહનવ્યવહારને જોખમમાં મૂકીને કામ કરવું નહીં, જેથી કોઈપણ પ્રકારના ગમખ્વાર અકસ્માતના બનાવ બનતા અટકાવી શકાય.#MorbiUpdate #MorbiNews #WankanerHighway #TrafficPolice #RoadSafety #Morbi #GujaratNews #GujaratPolice #AccidentPrevention #HighwaySafety