ડાબી લેન ઉપર ન ચાલતા ભારે વાહનોના ડ્રાઇવરોને પોલીસ દ્વારા ડાબી બાજુ જ વાહન ચલાવવા અપાઈ રહી છે સૂચનામોરબી : મોરબી જીલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન થાય અને જીલ્લામાં રોડ અકસ્માતના બનાવો અટકે તે માટે હાઇવે રોડ ઉપર ભારે વાહનો રોડની ડાબી બાજુ ચલાવવા અંગે ડ્રાઇવરોને સૂચના આપવામાં આવી રહી છે.મોરબી જીલ્લામાં તા.૦૭/૦૩/૨૦૨૫ થી તા.૧૬/૦૩/૨૦૨૫ દિન-૧૦ ની લેન ડ્રાઇવિંગની ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જેમાં નેશનલ હાઇવે ઉપર ટ્રાફિમ નિયમોનું પાલન કરાવવા ભારે વાહનો રોડની ડાબી સાઇડ ચાલે તે માટે પો.સ્ટે. વિસ્તારમાં પસાર થતા નેશનલ હાઇવે ઉપર અલગ અલગ જગ્યાએ સેડ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવી લેન ડ્રાઇવીંગનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને રોકી લેન ડ્રાઇવીંગ કરવા બાબતેની વાહન ચાલકોને સમજ આપવામાં આવે છે.ઉપરાંત ઓછી ગતીએ ચાલતા વાહનોને પણ રોડની ડાબી સાઇડ વાહન ચલાવવા માટેની સમજ આપવામાં આવે છે. તેમજ જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા લેન ડ્રાઇવીંગ બાબતે ભારે વાહન ચાલકોને સૂચના બાપવા તેમજ લેન ડ્રાઇવીંગ બાબતેની પ્રસિધ્ધી માટે એક ઓટો રીક્ષામાં લાઉડસ્પીકર માઇક દ્વારા ગુજરાતી તથા હિન્દી ભાષામાં મોટા અવાજે સુચનાઓ આપવામાં આવે છે. તેમજ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની પુરી તકેદારી રાખવામાં આવે છે. અને રોડ ઉપર ભારે વાહનોના ચાલકોને લેન ડ્રાઇવીંગ કરાવા માટે ચુસ્ત પાલન કરાવવામાં આવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.