મોરબી : મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજે મુખ્ય વિસ્તારોમાં ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં અડચણરૂપ 24 જેટલા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા બાપા સીતારામ ચોકથી રવાપર ચોકડી, રવાપર ઝાપો, કેપિટલ માર્કેટ,કોહીનુર કોમ્પલેક્ષ, વર્ધમાન ચોકડી વિસ્તારમાં રોડ પર અડચણરૂપ ઉભેલા વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આવી હતી. સાથે વાહનચાલકો અને વેપારીઓને પોત પોતાના વાહનો સુનિશ્ચિત જગ્યાએ પાર્ક કરવા-કરાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને અડચણરૂપ ઉભેલા 24 વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રૂ.12 હજારનો નો દંડ કરવામાં આવ્યો હતો. તેમ ટ્રાફિક પોલીસની યાદીમાં જણાવાયું છે. સાથે ટ્રાફિક પોલીસે શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું છે કે પોતાનું વાહન રોડ ઉપર ગમે ત્યાં પાર્ક ન કરવા અને રોંગ સાઈડમાં ન ચલાવવુ.