લખધીરપુરના નાકા પાસે હાઇવેના સર્વિસ રોડ પાણી ભરેલા ગાબડા જોખમી બન્યા મોરબી : મોરબીના લખધીરપુરના નાકા પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ પાણી ભરેલા ગાબડા જોખમી બન્યા છે. આજે આ હાઇવેના સર્વિસ રોડ પરના ગાબડામાં ટ્રક અને કાર ફસાતા ટ્રાફિકજામ સર્જાયો હતો. મોરબી નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર હાલ વરસાદી સીઝનમાં મસમોટા ગાબડા પડ્યા છે. જેમાં મોરબીના લખધીરપુરના નાકા પાસે નેશનલ હાઇવે સર્વિસ રોડ ઉપર મસમોટા જીવલેણ ગાબડા પડ્યા છે. જેમાં વરસાદ પડતાં પાણી ભરાવાથી આ મસમોટા ગાબડા દેખાતા નથી તેથી વાહન ચાલકો આ પાણી ભરેલા ખાડામાં ખાબકે છે. લખધીરપુર રોડ ઉપર હાઇવે ઉપરના વણાંક પર ગાબડામાં વાહન ચાલકો ફસાઈ જતા હોય છે. આજે પણ અહીંયા કાર અને ટ્રક ફસાયો હતો. આથી થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો.