શનાળા રોડ પર રસ્તા પર પાણી ભરાવા અને વૃક્ષો ધરાશાઈ થતાં વાહનનો થપ્પા લાગ્યામોરબી : મોરબી શહેરમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અચાનક આવેલા વરસાદ બાદ રસ્તાઓ અને વિસ્તારોમાં પાણી ભરવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. મોરબીનાં મોટાભાગના મુખ્ય માર્ગો પર વરસાદ બાદ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જ્યારે મોરબીમાં ભારે વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાતા મોટાભાગની બજાર પણ વેહલી બંધ થઈ ગઈ હતી. અને વરસાદમાં અટવાયેલા લોકો વાહનો સાથે પોતાના ઘરે જવા નીકળ્યા ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. જોકે ટ્રાફિક પોલીસ દ્વારા આવી કપરી સ્થિતિમાં પણ ટ્રાફિક કલિયર કરવા ભારે જેહમત ઉઠાવી હતી.