ભારેખમ ટ્રાફિક નિયત્રિત કરવા ખાસ ટ્રાફિક પોઇન્ટ ફાળવી આખો દિવસ ટ્રાફિક પોલીસને મુકવાની માંગ મોરબી : મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં આવેલ પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફીસ ચોકડી ઉપર હમણાંથી ટ્રાફિકની હૈયાહોળી સર્જાઈ છે. આ ચોકડી ઉપર હજારો વાહનો અવરજવર કરતા હોય અને તેમાંય અહીંની ફાટકે ટ્રેન નીકળવાના સમયે ટ્રાફિકની ભારે ધાંધલ ધમાલ થાય છે. દરરોજ વારંવાર ટ્રાફિકજામની સ્થિતિ હવે ખૂબ જ વકરતી હોય અહિયાં ભારેખમ ટ્રાફિક નિયત્રિત કરવા ખાસ ટ્રાફિક પોઇન્ટ ફાળવી આખો દિવસ ટ્રાફિક પોલીસને મુકવાની માંગ ઉઠી છે. મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં ખૂબ વિસ્તરી અને વિકસિત થઈ રહ્યો છે.આથી જૂની પુરાણી ઘરેડમાં પરિવર્તનની ખુબજ અનિવાર્યતા ઉભી થઇ છે. ખાસ કરીને સોઓરડી વિસ્તાર તરફ જિલ્લા કલેકટર, એસપી અને જિલ્લા પંચાયત કચેરીઓ શરૂ થઈ હોય અને હાઇવે ટચ અનેક ઉધોગો આવેલા હોવાથી આ વિસ્તારની મુખ્ય કડી સમાન જૂની પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફીસ ચોકડી ઉપર ટ્રાફિકની ભારે ઘમાસાણ રહે છે. જૂની પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફીસ ચોકડી ઉપર ચાર માર્ગો ફંટાઈ છે. જેમાં એક સોઓરડી, બીજા શોભેશ્ર્વર તરફ હાઇવેને ટચ તેમજ ત્રીજા ભળીયાદ તરફ અને ચોથા શહેર તરફ માર્ગ પસાર થાય છે. આથી આ રોડ ઉપર દરરોજ હજારો વાહનો પસાર થાય છે. જો કે સાંજે ટ્રાફિક પોલીસ હોય છે.પરંતુ આખો દિવસમાં અનેક વખત ટ્રાફિકજામ થાય છે. અહીંયા ફાટકે ટ્રેન નીકળે ત્યારે ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય છે. દીવસમાં દસથી બાર વખત ટ્રેન નીકળતી હોય આ ચોકડી ઉપર ખાસ્સો સમય સુધી વાહન વ્યવહારને વિપરીત અસર થાય છે. આથી આ સમસ્યા હલ કરવા ચોકડી ઉપર કાયમી ટ્રાફિક પોઇન્ટ જાહેર કરી આખો દિવસ ટ્રાફિક પોલીસને મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..