મચ્છુ નદીમાં પાણી છોડવાને કારણે ત્રણ- ત્રણ દિવસ સુધી બેઠો પુલ બંધ થતાં પોલીસ, પબ્લિક હેરાન, ચાર કલાકથી રસ્તાઓ જામ થતા અફડાતફડીમોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના પાંચ દરવાજા બદલવા માટે રવિવારથી ડેમ ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યા બાદ મોરબીની ધોરી નસ સમાન બેઠો પુલ બંધ કરી દેવાતા આજે સોમવારે સવારથી જ ટ્રાફિકજામ સર્જાતા અફડાતફડીનો માહોલ છવાયો છે. જ્યારે ટ્રાફિક જામના પગલે પોલીસ દ્વારા સવારે એક કલાક માટે બેઠો પુલ ખોલવાની પણ ફરજ પડી હતી.મોરબીમાં મચ્છુ નદીમાં પાણી છોડવાને કારણે ત્રણ દિવસ સુધી મયુર પુલ નીચેનો બેઠો પુલ બંધ કરવામાં આવતા મોરબીની ધોરી નસ સમાન સામાકાંઠા વિસ્તાર અળગો પડી ગયો હોય તેમ ચાર કલાકથી ટ્રાફિક જામ સર્જાતા સિરામિક ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને રાહદારીઓ અકળાઈ ઉઠ્યા હતા અને સતત ત્રણ દિવસ આ સ્થિતિમાં કેમ પસાર થવું તેવો સવાલ ઉઠાવી રહ્યા છે.બીજી તરફ વિકરાળ ટ્રાફિક સમસ્યા મામલે મોરબી ટ્રાફિક પીએસઆઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આવું કેમ ચાલે તંત્ર ધીમી ગતિએ પાણી છોડી રહ્યું છે જેને કારણે સવારથી જ ટ્રાફિક જામ સર્જાયો છે, હાલમાં પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિક બ્રિગેડના 15થી 20 જેટલા કર્મચારીઓ સતત ટ્રાફિક ક્લિયર કરાવવા માટે મહેનત કરી રહ્યા છે છતાં સમસ્યા સુલજાવાને બદલે વધુ ઉલજાઈ હોવાનો સ્વીકાર કર્યો હતો.ટ્રાફિક જામમા ફસાયેલ મિતેશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, ઘેરથી ઓફીસ જવા રાબેતા મુજબના સમય કરતાં અડધો કલાક વહેલો ઘેરથી નીકળ્યો છતાં પણ બાઈક લઈને પણ ઓફીસ સુધી પહોંચવામાં દોઢથી બે કલાકથી ફસાયો છું, હવે શું કરવું એ ખબર પડતી નથી, મિતેશભાઈની જેમ જ ટ્રાફિકમાં ફસાયેલ પ્રશાંતભાઈએ જણાવ્યું હતું કે, મારી કાર દોઢેક કલાકથી ટ્રાફિકમાં ફસાઈ છે હવે આમાંથી ક્યારે છુટકારો મળે તે કહેવું મુશ્કેલ છે.દાઝી ગયેલ યુવતી સાથેની એમ્બ્યુલન્સ બેઠા પુલ ઉપરથી પસાર કરવી પડીમોરબીના સામાકાંઠા અને જૂના મોરબીને જોડતા માર્ગ ઉપર બેઠો પુલ બંધ થવાથી રેલવે સ્ટેશન રોડ , ગેસ્ટહાઉસ રોડ સહિતના તમામ રસ્તા પેક થઈ જતા સામાકાંઠા વિસ્તારમાં દાઝી ગયેલ એક યુવતીને સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જતા પોલીસે યુવતીની જિંદગી બચાવવા માટે બેઠા પુલ ઉપરથી એમ્બ્યુલન્સને પસાર થવા દીધી હતી.નટરાજ ફાટક ટ્રાફિકજામ માટે વિલન બન્યુંમોરબીમાં સવારથી અફડા તફડીના માહોલમાં ચાર કલાકથી વધુ સમયથી ટ્રાફિકજામ સર્જાયો હતો અને ટ્રાફિક જામ સર્જાવા પાછળ વારંવાર બંધ થતું નટરાજ ફાટક જવાબદાર હોવાનું પણ ટ્રાફિક પીએસઆઈ ઠક્કરે જણાવ્યું હતું.