મોરબી : મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા ગાંધી ચોકથી વિજય સિનેમાની વચ્ચે જે ઝાડની વધારાની ડાળીઓ કાપવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમ્યાન રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સમગ્ર વિગત અનુસાર, મોરબી મહાનગરપાલિકા દ્વારા ઝાડ પર વધારાની ડાળીઓ કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે રોજ ગાંધી ચોકથી લઈને વિજય સિનેમાની વચ્ચે ડાળીઓ કાપવામાં આવી રહી હતી. તે દરમ્યાન રોડ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. જેમાં વિજય સિનેમાથી લઈને રામ ચોકથી નવયુગ ગારમેન્ટ સુધી રાહદારીઓ ટ્રાફિકજામ સામનો કરવો પડ્યો હતો. અડધો કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક રહેતા પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.