નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરીને કારણે વાહનોની કતારો જામીમોરબી : નેશનલ હાઇવે પર જાંબુડિયા નજીક આવેલા શૈલેષ કાંટા પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તો બંધ કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બંધ કરાયેલા રસ્તાના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. આ પરિસ્થિતિને થાળે પાડવા માટે જિલ્લા ટ્રાફિક પોલીસની ટિમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.બીજી તરફ, સવારે લીલાપર ચોકડીથી આશ્રમ તરફ જવાના રસ્તા પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં રસ્તા વચ્ચે જ એક ટ્રક અચાનક બંધ પડી જવાના કારણે અડધો રસ્તો બ્લોક થઈ ગયો હતો. જેના પગલે ત્યાંથી પસાર થતા વાહનચાલકો અટવાયા હતા. આમ, આજે એકસાથે 2 સ્થળોએ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #TrafficJam #NationalHighway #LeelaparChokdi #GujaratNews