પોલીસે વેપારીઓને મહાનગરપાલિકામાં રજૂઆત કરવાનું સૂચન આપી ટ્રાફિક પૂર્વવત કરાવ્યોમોરબી : મોરબીના ગાંધી ચોકથી સામાકાંઠે જવા માટેના એક માત્ર તખ્તસિંહજી રોડ પર પાણી ભરાવાને કારણે આજે વેપારીઓ દ્વારા ચક્કાજામ કરી દેવામાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો. આ રોડ પરથી જ આવવા-જવાનો એક માત્ર રસ્તો હોવાથી ક્ષણભરમાં જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ ત્રિકોણ બાગ સુધી પહોંચી ગયો હતો.પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યોઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે રસ્તા પર વિરોધ કરી રહેલા વેપારીઓને ત્યાંથી હટાવીને બંધ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. મહાનગરપાલિકામાં રજૂઆત કરવા પોલીસની અપીલપોલીસે વેપારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રસ્તો રોકીને આંદોલન કરવાથી સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ટ્રાફિક ક્લિયર કરાવવો એ પોલીસની પ્રાથમિક ફરજ છે. વેપારીઓને જે પણ પ્રશ્નો કે રજૂઆત હોય તે માટે મહાનગરપાલિકામાં જઈને લેખિત કે મૌખિક રજૂઆત કરવી, પરંતુ આ રીતે જાહેર રોડ બંધ કરીને ટ્રાફિક જામ ન સર્જવો.#Morbi #MorbiUpdate #MorbiNews #TrafficJam #MorbiPolice #TakhthasinhjiRoad #GandhiChowk #MorbiCity