મોરબી: મોરબી શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે. વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જેમાં મોરબીના વીસી ફાટકથી નવા બસ સ્ટેન્ડ સુધીનો માર્ગ, પંચાસર ચોકડી, વાવડી ચોકડી, અને ઉમિયા સર્કલ તેમજ રવાપર ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.