સવારે કામ અર્થે નીકળેલા ઉધોગકારો, કર્મચારીઓ અને શ્રમિકો ટ્રાફિકમાં ફસાયા મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા જેતપર-પીપળી રોડ ઉપર આજે સવારે બે કલાક સુધી ટ્રાફિકજામ થયો હતો.જેમાં રોડની વચ્ચે એક ટ્રક ઓચિંતા બંધ પડી જતા આ રોડ ઉપર વાહન વ્યવહાર અટકી ગયો હતો અને વાહનોની મસમોટી કાતારો લાગી હતી. આથી સવારે કામ અર્થે નીકળેલા ઉધોગકારો, કર્મચારીઓ અને શ્રમિકો ટ્રાફિકમાં ફસાયા હતા આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર હજારો વાહનોની અવરજવર ધરાવતા અને સીરામીક ઝોન ગણાતા જેતપર પીપળી રોડ ઉપર હાલ ખાડાઓનું સમારકામ ચાલી રહ્યું છે. રોડના રીપેરીંગ કામ દરમિયાન એક ટ્રક બંધ પડી ગયો હતો. આથી આ રોડ ઉપર વાહન વ્યવહાર થભી ગયો હતો. એક તબક્કે એક પણ વાહન ન નીકળી તેવી પરિસ્થિતિ સર્જતાં બન્ને તરફ અનેક વાહન ચાલકો ફસાયા હતા.વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ટ્રાફિકમાં ફસાયેલા લોકોના કહેવા મુજબ સવારના બે કલાકથી ટ્રાફિક જામ છે. પીપળી રોડ ઉપર બેલા સુધી વાહનોનો લાઈનો છે. તેથી લોકો ભારે હેરાન થયા હતા.