મોરબી : મોરબીમાં હાઇવે પર અવાર-નવાર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે. ત્યારે આજે સોમવારના રોજ સાંજના સમયે મોરબીના લાલપર પાસે હાઇવે પર ગાડી બંધ થઈ જતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. લાલપર પાસે હાઇવે પરથી પસાર થતી એક ગાડી વચ્ચોવચ બંધ પડી જતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે હાઇવે પર એક તરફ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.