મોરબી : મોરબીમાં રાત્રીના 9:30 વાગ્યાના અરસામાં વીસી ફાટક પાસે ટ્રાફિકજામ સર્જાયો છે. છેક પુલ સુધી વાહનોની કતારો લાગી છે. શહેરમાં સવારે 9થી રાત્રીના 9 વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી છે. ત્યારે આજે રાત્રીના 9 વાગ્યા બાદ એક સાથે 20થી વધુ ટ્રક પ્રવેશતા છેલ્લા 20 મિનિટથી ટ્રાફિકજામ સર્જાયો છે. હાલ પોલીસ આ ટ્રાફિક ક્લિયર કરાવવા કામે લાગી છે.