સવારે ટ્રકને અકસ્માત નડયા બાદ સાંજે ટ્રક હટાવતા સમયે ભારે ટ્રાફિક જામ મોરબી : મોરબી - રાજકોટ હાઇવે ઉપર આજે સવારે એક ટ્રકને અકસ્માત નડયા બાદ રોડની વચ્ચોવચ પડેલા ટ્રકને કારણે સવારથી સાંજ સુધી હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દરમીયાન સાંજના સમયે હેવી ક્રેઇનથી આ ટ્રકને હટાવવા સમયે રાજકોટ અને મોરબી બન્ને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને લોકોને ટ્રાફિક જામને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.