લોકોએ જાતે ટ્રાફિક ક્લિયર કરાવવા મથામણ કરતા ટ્રાફિક હળવુ થવાનું શરૂ, ટ્રાફિક પોલીસ છેક બે કલાક બાદ દેખાય!મોરબી : મોરબીમાં શનાળા પાસે આજે સવારે બે કલાકથી ટ્રાફિકજામ સર્જાયો છે. જો કે સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોએ જાતે ટ્રાફિક ક્લિયર કરાવવાના પ્રયાસો હાથ ધરતા છેલ્લા 15 મિનિટથી ટ્રાફિક હળવો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજપર ચોકડી સવારે 8 વાગ્યાથી ટ્રાફિકજામ સર્જાયો હતો. જે 10:30 વાગ્યા સુધી યથાવત રહ્યો હતો. હવે ટ્રાફિક હળવો થવાનું શરૂ થયું છે. આ ચોકડીએ સામાન્ય રીતે બે જીઆરડી જવાન મુકવામાં આવે છે. તે પણ આજે ટ્રાફિક ટાણે દેખાયા ન હતા. આજે રાંદલનો પ્રસંગ હોય મોટી સંખ્યામાં લોકોની અવરજવર શરૂ છે. જેને કારણે આજે ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની હતી. આ રોડ ઉપર અંદાજે 8 કિમિ સુધી વાહનોની કતારો જામી હતી. વાહનોની લાઈન છેક વિરપર સુધી પહોંચી હતી. જો કે સ્થાનિકોએ તેમજ વાહનચાલકોએ આ ટ્રાફિક ક્લિયર કરાવવા કવાયત હાથ ધરી હતી. સવારે 10:30 વાગ્યાના અરસામાં ટ્રાફિક હળવું થવાનું શરૂ થયું છે. હજુ ટ્રાફિક ક્લિયર થતા અંદાજે એકાદ કલાક થશે તેવું લાગી રહ્યું છે. જો કે કલાકો સુધી ટ્રાફિક રહ્યું હતું.તેવામાં ટ્રાફિકની ટિમ બે કલાક બાદ સ્થળ ઉપર દેખાય હોવાનું લોકો જણાવી રહ્યા છે.