મોરબી : મોરબીના દલવાડી સર્કલ ઉપર આજે બપોરે પસાર થઈ રહેલો એક રેતી ભરેલા ટ્રકના ચાલકે અચાનક કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ રેતી ભરેલો ટ્રક રોડની વચ્ચોવચ પલ્ટી મારી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો હોવાના અહેવાલ મળ્યા છે. આ ટ્રક પલ્ટી જતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આથી થોડીવાર માટે ટ્રાફિકજામ પણ થયો હતો.