ખાડા ખબડાવાળા રોડને કારણે સમસ્યા : અનેક વાહનચાલકો ફસાયા મોરબી : મોરબીમાં ભારે વરસાદ બાદ રોડની હાલત કથળતા ટ્રાફિકનો પ્રશ્ન પણ ઘેરો બન્યો છે. જેમાં આજે સાંજના અરસામાં મહેન્દ્રનગરથી પાવડીયાર સુધી ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઉદભવી છે. મોરબીના મહેન્દ્રનગરથી છેક પાવડીયાર સુધી ટ્રાફિક હોવાનું વાહનચાલકો જણાવી રહ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ટ્રાફિકમાં અનેક વાહનચાલકો ફસાયેલા છે. રાજભાઈ પટેલ નામના એક વાહન ચાલક જેઓ હાલ અહીં ફસાયેલા છે તેઓએ મોરબી અપડેટને વિગતો આપતા જણાવ્યું છે કે હાલ અહીં એવો ટ્રાફિક થયો છે કે બાઇક પણ નીકળી શકે તેમ નથી.