દલવાડી સર્કલથી લઈ પંચાસર ચોકડી અને બાયપાસ સુધી ભારે ટ્રાફિકમોરબી : મોરબીમાં લગ્નગાળાની સિઝનને કારણે ગઈકાલથી ટ્રાફિકની સમસ્યા વકરી છે. તેવામાં આજે સવારે પણ દલવાડી સર્કલથી લઈ પંચાસર ચોકડી અને બાયપાસ સુધી ભારે ટ્રાફિક સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અનેક મુખ્ય રોડ ઉપર ગઈકાલે સાંજે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેમાં વાવડી ચોકડી, શક્ત શનાળા, રાજપર ચોકડી સહિતના વિસ્તારોમાં રાત્રી સુધી ટ્રાફિક રહ્યો હતો. તેવામાં આજે સવારે પણ ટ્રાફિકજામ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યો છે. છેલ્લા પોણા કલાકથી પંચાસર ચોકડીથી દલવાડી સર્કલ અને ત્યાંથી શનાળા બાયપાસ સુધી વાહનોની કતારો લાગ્યાનું જાણવા મળી રહ્યું છે.